દાંતા: અંબાજી ખાતે સફાઈ એજન્સી દ્વારા ડમ્પિંગ યાર્ડની બહાર કચરો નાખવામાં આવતા ગાયો માટે હાનિકારક બની રહ્યું છે.
અંબાજી ખાતે સફાઈ એજન્સી દ્વારા કચરો બહાર ખુલ્લામાં નાખવામાં આવતા ગાયો પ્લાસ્ટિક ખાઈ રહી છે એવો વિડિયો એક જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવતા સફાઈ એજન્સીના કાર્ય બાબતે પ્રશ્નો ઉઠી રહ્યા છે અને આ કચરો ગાયો માટે હાનિકારક બની રહ્યું છે તેથી સફાઈ એજન્સી દ્વારા તાત્કાલિક ધોરણે આ કચરો હટાવવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે આ એજન્સીને મહિને લાખો રૂપિયાનું સફાઈ માટે ચૂકવવાનું કરવામાં આવી રહ્યું હોવા છતાં પણ આ પ્રકારની બેદરકારી કરવામાં આવી રહી છે