મોડાસા: મોડાસા ખાતે ઘાચીવાડા મહિલા મંડળ અને યુવા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે હેલ્થ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું.
મોડાસાની ઘાચીવાડા મહિલા મંડળ અને યુવા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાયો.આ પ્રસંગે કન્નીઓ થેરાપીના હેડ,મહિલા અને બાળ વિકાસ અધિકારી સહીત ટ્રસ્ટીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં 200 થી વધુ લોકો જોડાયા હતા, જેમાં થેરાપી સેવા લઈ રહેલા લોકોને જરૂરી માર્ગદર્શન તથા માહિતી આપવામાં આવી હતી. આ સાથે રોડ ટ્રાન્સપોર્ટના પ્રમુખે મહિલા મંડળને થેરાપી મશીન દાન આપવાની જાહેરાત કરી હતી.