તળાજા: જૂની દેવલી ગામે લાખો રૂપિયાની ચોરી
જૂની દેવલી ગામે રહેતા વેપારીના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરો ઘૂસી ગયા અને લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા. મળતી માહિતી મુજબ, ફરિયાદી પોતાના પરિવાર સાથે ઘોઘા તાલુકાના નવા રતનપર ગામે જનોઈ પ્રસંગે ગયા હતા. આ દરમિયાન ઘર બંધ હતું. બીજા દિવસે સાંજે જ્યારે પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે મકાનના દરવાજાનું લોક તૂટેલું જોવા મળ્યું. ઘરમાં તપાસ કરતા કબાટ તોડવામાં આવ્યા હોવાનું જણા