જાંબુઘોડા: જાંબુઘોડા નેશનલ હાઇવે રોડ ઉપર બંને સાઈડમાં ઉગેલા ઝાડી ઝાંખરાને દૂર કરવા લોક ઉઠી.#jansamasya
જાંબુઘોડા હાલોલ બોડેલી નેશનલ હાઇવે રોડ ઉપર રોડની સાઈડમાં વરસાદને લઈને ઊગી નીકળેલા ઝાડી ઝાંખરાને લઇને રાહદારીઓ અને વાહન ચાલકો ને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આગામી સમયમાં આવનાર નવરાત્રિને લઈને અહીંથી પાવાગઢ પગપાળા જતા યાત્રાળુઓને પણ હાલાકી ભોગવવી પડે તેમ જાણવા મળી રહ્યું છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ધ્વારા વહેલી તકે રોડ પર ઊગેલાં ઝાડી ઝાંખરાને સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે