લાઠી: લાઠીના દુધાળા રોડ પર સનેડો પલટી ખાઈ જતા આધેડને ઇજા,સારવાર અર્થે ખસેડાયા અમરેલી
Lathi, Amreli | Nov 5, 2025 લાઠી શહેર નજીક દુધાળા રોડ પર આજે સવારે એક સનેડો પલટી ખાઈ જતા ભોળાભાઈ પરમાર નામના વ્યક્તિને ઈજા પહોંચી હતી. અકસ્માત તે સમયે બન્યો હતો જ્યારે ભોળાભાઈ ખેતીના કામ માટે જઈ રહ્યા હતા. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા છે.