મહુવા: ખરેડ–ગઢડા માર્ગ પર ગંદકીનો સામ્રાજ્ય, તંત્રની બેદરકારી વચ્ચે રસ્તો ઉકરડામાં ફેરવાવાનો ભય
ખરેડ–ગઢડા માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. રસ્તા કિનારે પ્લાસ્ટિક, ઘરગથ્થુ કચરો અને અન્ય નકામી વસ્તુઓ બેફામ રીતે ફેંકવામાં આવી રહી છે. જેના કારણે વિસ્તારની સુંદરતા બગડી રહી છે અને દુર્ગંધ સાથે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થવાની શક્યતા વધી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો કરવા છતાં ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. બીજી તરફ કેટલાક લોકો દ્વારા ખુલ્લેઆમ કચરો ફેંકવામાં આવતો હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની રહી