રાજુલા: ગુમ થયેલા મોબાઇલને મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી શોધી લઈ અને મૂળ માલિકને પરત કરાયો.
Rajula, Amreli | Nov 30, 2025 ગુમ થયેલા મોબાઇલને મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી શોધી લેતી પોલીસ મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનની ટીમે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલ અને હ્યુમન સોર્સની મદદથી અરજદારનો ગુમ થયેલો મોબાઇલ સફળતાપૂર્વક ટ્રેસ કરી કાઢ્યો. મોબાઇલ મળી આવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી મૂળ માલિકને પરત આપવામાં આવ્યો. ગુમ થયેલી મોબાઇલ સંપત્તિ પુનઃપ્રાપ્તિ માટે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરી પ્રશંસનીય બની છે.