ગરૂડેશ્વર: રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણીની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત.
રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી ૧૪મીએ નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરની મુલાકાતે પધાર્યા હતા. તેમણે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને સરદાર સાહેબની ભવ્યતાના દર્શન કર્યા હતાં. મંત્રીશ્રીએ સરદાર સાહેબના ચરણોમાં પુષ્પ અર્પણ કરીને ભાવવંદના કરી હતી. તેમણે, આસપાસના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળી આનંદની અનુભૂતિ કરી હતી.