માંડવી: રેગામામાં જિલ્લા કક્ષાનું કૌશલ્ય પ્રદર્શન
Mandvi, Surat | Jan 10, 2026 સમગ્ર શિક્ષા ગાંધીનગર અને જિલ્લા પ્રોજેક્ટ કચેરી, સુરતની પ્રેરણાથી જિલ્લા કક્ષાનું કૌશલ્ય પ્રદર્શન માંડવીના રેગામા સિ્થત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે યોજાયું હતું. અ પ્રદર્શન સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આયોજિત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં કેજીબીવી રેગામા, કેજીબીવી બિલવણ અને| કેજીબીવી આમલી દાભડાની વિદ્યારિ્થનીઓએ ભાગ લીધો હતો.