પાંચ દિવસ પૂર્વે નખત્રાણા તાલુકાના વિગોડી ગામે ખાટલા ઉપર સૂતેલા 70 વર્ષીય વૃદ્ધ પિતા ફકીરમામદ નોડેના મોઢા ઉપર પથ્થરના ઘા મારી નિર્મમ હત્યા નીપજાવી પુત્ર અભુભખર નાસી છૂટયો હતો. જેને આજે નખત્રાણા પોલીસે અંગિયા ટોલનાકા પાસેથી ઝડપી લીધો છે. વિગોડીના મફતનગરમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ ફકીરમામદ નોડેનો પુત્ર અભુભખર કંઇ કામકાજ ન કરતો હોવાથી તેને ઠપકો આપતા હતા. આથી માનસિક રીતે અસ્વસ્થ અને ક્રોધિત સ્વભાવના અભુભખરે રાત્રે ઘરની બહાર ખાટલા ઉપર સૂતેલા તેના પિતા ફ