ખંભાત: ખંભાત વિધાનસભાની કાચી મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ, કુલ 2,38,173 મતદારોમાંથી 22,007 મતદારોનો ઘટાડો નોંધાયો.
SIR કામગીરીમાં ખંભાત વિધાનસભાંમાં કુલ જુના મતદારો 2,38,173 મતદારોની ચકાસણી કરાઈ હતી.જેમાં 8710 મૃતક મતદારો, 1655 ડુપ્લીકેટ,8981 સ્થળાતર થયેલા મતદારો નોંધાયા છે,2592 મતદારોના બીજી જગ્યાએ નામ બોલે છે.અને અન્ય 69 મતદારો નોંધાયા છે.એમ કુલ 22007 જેટલાં મતદારોનો ઘટાડો નોંધાયો છે.હાલ કાચી મતદારયાદીમાં 2,16,166 નવા મતદારોનો સમાવેશ કરાયો છે.18/1 સુધીમાં મતદારો હક, દાવા,વાંધા અરજીઓ કરી શકશે.જેની 10/2 ના રોજ સુનાવણી થશે.17/2એ ફાઇનલ મતદારયાદી પ્રસિદ્ધ થશે.