આણંદ શહેર: શહેરની અમૂલ ડેરી ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત કરાઈ
આણંદની અમૂલ ડેરી ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમીતશાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેનાર છે ત્યારે રવિવારે સવારથી જ અમૂલ ડેરી ખાતે ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.કાર્યક્રમમાં ભાગ લેવા આવનાર તમામના આઈ કાર્ડ ચેક કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.