તળાજા: ગઢુલા ગામે શુદ્ધ પાણીની માંગ: બાળકે વીડિયો બનાવી તંત્રને કરી અપીલ
પ્રાપ્ત માહિતી મુજબ, ગઢુલા ગામના પીવાના પાણીના ટાંકામાં વરસાદી ગંદુ પાણી ઘૂસી જતાં પીવાનું પાણી દૂષિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, જો સમયસર ટાંકાની સફાઈ નહીં કરવામાં આવે તો ગામમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. આ મામલે ગામના એક નાના બાળકે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને તંત્ર સમક્ષ ચોખ્ખું અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. બાળકની આ અપીલ બાદ ગામમાં પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે. હાલ