વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ-૨૦૨૬ના પ્લેટફોર્મ પર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને નવનાત વણિક સમાજ વચ્ચે વેન્ડિંગ મશીનો સ્થાપવા માટેના MOU કરવામાં આવ્યા હતા. આ મશીનો દ્વારા શહેરના મુખ્ય બજારો અને જાહેર સ્થળો પર અત્યંત નજીવા ટોકન ચાર્જથી કાપડની થેલીઓ મળી શકશે.આ અંગે નવનાત વણિક સમાજના ટ્રસ્ટી વૈભવભાઈ ચોકસીએ વધુ વિગતો આપી હતી.