લખતર: લખતર ના મોઢવાણા ગામ ખાતે ડમ્પરે ટક્કર મારતા ત્રણ વીજ પોલ ધરાશય બે વિજપોલ ને ભારે નુકસાન
લખતર તાલુકાના મોઢવાણા ગામ ખાતે ત્રણ વીજપોલ ડમ્પરની ટક્કર લાગતા ધરાશાય થયા હતા. મોઢવાણા ગામ ખાતે સવારે ના અરસામાં બ્લેક ટ્રેપ ભરેલું ડમ્પર માલવણ બાજુ જઈ રહ્યું હતું તે સમયે ડમ્પર ચાલક દ્વારા મોઢવાણા ગામ પહોંચતા અચાનક જ પાછું લેતા પીજીવીસીએલના વીજપોલ સાથે અથડાયું હતું અને વીજ પોલ સાથે અથડાતા વીજ પોલ નીચે ફટકાયા હતા જેમાં ડમ્પરની પાછળ જઈ રહેલી hyundai ની વેન્યુ કાર ઉપર અન્ય બીજો વીજ પોલ કાર ઉપર પડ્યો હતો સબનસીબે હુંડાઈ કારના ચાલક આબાદ બચાવ થયો