સુરત જિલ્લામાં નેશનલ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. નરોલી નજીક એક્સપ્રેસ હાઈવે પર ચઢતી વખતે એક ડમ્પરે કન્ટેનરને પાછળથી ટક્કર મારી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ડમ્પર ચાલકે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બ્રેક ન લાગતા ડમ્પર કન્ટેનરની પાછળ ઘૂસી ગયું હતું. આ અકસ્માત એટલો ભયાવહ હતો કે ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.