બી-ડિવિઝન પોલીસે કાર્ગો આંબેડકરનગર વિસ્તારમાં દરોડો પાડી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે આરોપી ગુડુ વાનાસુર પાસવાન કરિયાણાની દુકાનની આડમાં ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી હતી.તપાસ દરમિયાન 478 ગ્રામ ગાંજો, મોબાઈલ અને ઈલેક્ટ્રિક વજનકાંટો મળી કુલ 32,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે જથ્થો સપ્લાય કરનાર દિલીપ જુગેશ્વર પાસવાનને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.