મહુવા: તરેડી ગામ નજીક દારૂ ભરેલી ઇનોવા કાર પલટી
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા તાલુકાના તરેડી ગામ નજીક એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે દોડી રહેલી ઇનોવા કાર અચાનક નિયંત્રણ ગુમાવતા રસ્તા પરથી ખેતરમાં ફંગોળાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો ખેતરમાં વેરાઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દારૂની રેલમછેલ જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લો