વેજલપુર: વિરાટનગર હત્યા કેસમાં સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપકડ, કોર્ટ દ્વારા 2 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદમાં વિરાટનગર બ્રિજ નીચેથી બિલ્ડરની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી હતી. હત્યાકેસના સગીર સહિત 3 આરોપીની રાજસ્થાનના શિરોહીથી ધરપકડ કરાઇ હતી. ઘટનામાં પોલીસે સોપારી આપનાર મનસુખ લાખાણીની પણ ધરપકડ કરી છે..હિમાંશુ રાઠોડ અને પપ્પુ મેઘવાલને પોલીસે 10 દિવસના રિમાન્ડની માગ સાથે 4 .15 કલાકની આસપાસ અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા.