ગુરુવારે હજીરા પોલીસે માહિતીના આધારે પ્રતિબંધિત ગાંજા સાથે એક ને ઝડપી પાડ્યો હતો.ગુરુવારે પોલીસે માહિતીનાં આધારે હજીરા ગામમાં થી શ્રવણરામ સોનારામ નામના ઇસમને ઝડપી પાડ્યો હતો.જેની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવતા તેની તલાશી લેવામાં આવી હતી.દરમ્યાન તેની પાસે રહેલા બેગમાંથી 73 ગ્રામ જેટલો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.