*ધંધુકાના હડાળા ગામે ભવ્ય અને દિવ્ય 27મો સમૂહ લગ્ન મહોત્સવ સફળતાપૂર્વક યોજાયો* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના હડાળા ગામે આજે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા આયોજિત ભવ્ય અને દિવ્ય 27મો સમૂહ લગ્ન મહોત્સવ ઉત્સાહ અને શિસ્ત સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો. સમગ્ર આયોજનમાં સમાજની એકતા, સેવા અને સંસ્કારનો અનોખો સમન્વય જોવા મળ્યો. આ મહોત્સવને વિશેષતા આપતી ઘટના એ રહી કે વીર ભૂષણ ધાર્મિક રક્ષક શ્રી વિજયસિંહ બાપુ પોતાની પ્રેરક ઉપસ્થિતિ સાથે પધાર્યા.