મુળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી ગેરકાયદેસર કોલસા ખનન ચાલે છે. ભેટ, ધોળિયા અને વગડીયા ગામોની આસપાસ ખુલ્લેઆમ જમીન ખોદીને કોલસા કાઢવામાં આવી રહ્યા છે. ખનિજ માફિયાઓ દ્વારા ભારે મશીનરીનો ઉપયોગ કરીને રાતોરાત કોલસાનું ખનન અને પરિવહન કરવામાં આવે છે. આ સમગ્ર પ્રવૃત્તિ તંત્રના નાક નીચે થતી હોવા છતાં, હજુ સુધી કોઈ કડક કાર્યવાહી ન થવી એ અનેક સવાલો ઉભા કરે છે.