આણંદ શહેર: વિદ્યાનગરમાં રબારીવાસમાં પુળામાં આગ લાગવાનો બનાવ બન્યો, ફાયર વિભાગે આગ બુજાવી
વિદ્યાનગર રબારી વાસમાં પુળામાં આકસ્મિક આગ લાગેલ તેવો ફાયર કોલ કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમ માં મળતા ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સુચના મુજબ વિદ્યાનગર ફાયરની ટીમ ફાયર ડ્રાઈવર રાકેશ ડાભી,ફાયરમેન કૈલાશ નિનામા,વિશાલ ડામોર તુરતજ ઘટના સ્થળે જઈ પાણીનો મારો ચલાવી આગ બુઝાવેલ. સમગ્ર ઘટના દરમ્યાન કોઈ જાનહાની થયેલ નથી.