સિધ્ધપુર: સિધ્ધપુર હાઇવે ઉપર ઇક્કો ગાડીની ટક્કરે બાળકીનું મોત ચાલક ફરાર થઈ જતા નોંધાઇ પોલીસ ફરિયાદ
Sidhpur, Patan | Sep 28, 2025 સિદ્ધપુરમાં બેફામ કાર ચાલકે એક બાળકીને ટક્કર મારતા તેનું મૃત્યુ થયું છે. આ ઘટના બાદ કાર ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો.સિદ્ધપુર પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કૈલાશકુમાર બાબુલાલ ગાડલીયાની દીકરી રવિનાકુમારીને ઇકો કાર (નં. જી.જે. 05 આર એફ 6952) ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારીને ટક્કર મારી હતી.આ ગંભીર અકસ્માતમાં રવિનાકુમારીને માથાના ભાગે તેમજ બંને પગ ઉપર ગંભીર ઇજાઓ થઈ હતી