આણંદ જિલ્લામાં વાસી ઉતરાયણના દિવસે નોંધાયેલા કેસોની વિગત મુજબ, જિલ્લામાં સૌથી વધુ અકસ્માતના ૨૯ બનાવો નોંધાયા હતા, જેમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત પતંગની ઘાતક દોરીના કારણે ૦૮ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમજ ધાબા પરથી કે અન્ય જગ્યાએથી પડી જવાના ૦૨ બનાવો અને દિવસ દરમિયાન થયેલી જૂથ અથડામણ કે મારામારીના ૧૪ કિસ્સાઓમાં ૧૦૮ની ટીમે સમયસર પહોંચીને તબીબી સહાય પૂરી પાડી હતી.