ધ્રાંગધ્રા: સોલડી ગામે ટોલનાકા નજીક ગૌવંશ પર હુમલાનો વીડિયો વાયરલ થતા શખ્સ સામે ગુનો નોંધાયો#viralvideo
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે ટોલનાકા નજીક ગૌવંશ પર હુમલો કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં એક શખ્સ તીક્ષ્ણ હથિયાર વડે ગૌવંશ પર હુમલો કરતો નજરે દેખાય છે આ વીડિયો વાયરલ થયા બાદ ધ્રાંગધ્રાના જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો તપાસમાં ગૌવંશ પર હુમલો કરનાર શખ્સ સોલડી ગામનો શૈલેષભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ હોવાનું બહાર આવ્યું હતું ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે શૈલેષભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે