કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવમાં પ્રેરક હાજરી આપી. આજ રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં અન્ન અને નાગરિક પુરવઠા કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ પ્રેરક હાજરી આપી હતી. વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે મંત્રીશ્રીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી જનસુખાકારીના આશીર્વાદ માંગ્યા હતા.