શહેરમાં જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષાનો મામલો, કોર્ટે 2 જાન્યુઆરી સુધીનો સ્ટે આપ્યો,વકીલ સ્વાતિ દેસાઈએ આપી માહિતી
સુરતના જૈન પરિવારની 7 વર્ષની દીકરીની મુંબઈ ખાતે 8 ફેબ્રુઆરી એ થનારી દીક્ષા પર સુરતની ફેમિલી કોર્ટે રોક લગાવી છે.દીકરીના પિતા દ્વારા સુરત ફેમિલી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.જેને કોર્ટે ગાંહ્ય રાખી 22 ડિસેમ્બરે સુનાવણી રાખી હતી.જે અન્વયે આજ રોજ હિયરિંગ હાથ ધરાયું હતું. જેમાં કોર્ટે દીકરીની દીક્ષા પર રોક લગાવી છે. એટલું જ નહીં પરંતુ બે જાન્યુઆરી સુધીનો સ્ટે આપી દીધો છે. જે અંગે અરજદારના વકીલ સ્વાતિ દેસાઈએ વધુ જાણકારી આપી હતી.