ગોધરા: લુણાવાડા રોડ પર આવેલ ચાની દુકાનમાં જાહેરનામાનો ભંગ કરતા સંચાલક સામે SOG પોલીસની કાર્યવાહી
પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા ગોધરાની લુણાવાડા રોડ પર આવેલી “પાટીદાર રજવાડી ચાની દુકાન”ના સંચાલક સામે SOG પોલીસે કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંચાલક ભૂપેશકુમાર નટવરલાલ પાટીદારે દુકાનમાં રાજ્ય બહારના પરપ્રાંતીય કામદારોને રાખ્યા હતા, પરંતુ તેમની નોંધણી અથવા માહિતી સ્થાનિક પોલીસમથકે આપવામાં આવી નહોતી. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ પરપ્રાંતીયોને નોકરીએ રાખતા પહેલાં પોલીસને જાણ કરવી ફરજિયાત છે.