ધરણીધર તાલુકાના લોદરાણી ગામની સીમમાંથી પસાર થતી માઇનોર બે કેનાલ છેલ્લા કેટલાય દિવસોથી તૂટેલી હાલતમાં પડી હતી.જેને લઈને છેવાડાના ખેડૂતોને પિયત માટે પાણી મળતું ન હતું .જ્યારે આજરોજ તંત્ર દ્વારા કેનાલ નું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે કેનાલનું સમારકામ કરવામાં આવતા જ ખેડૂતોના ખુશીનો માહોલ જોવા મળ્યો છે.અને આગળના ખેડૂતોની પિયત માટે નર્મદાનું પાણી મળશે.