વડોદરા ઉત્તર: તાંદલજા વિસ્તાર માં સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યુ
સેવાના કાર્યો માં અગ્રેસર રહેતા એવા સલમાન અશરફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યું હતું,સમાજના આર્થિક રીતે નબળા વર્ગના યુવક-યુવતીઓના લગ્નને સહાયરૂપ થવા માટે સમૂહ લગ્ન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું,કાર્યક્રમ દરમ્યાન નવદંપતિઓને આવશ્યક ઘરગથ્થુ સામાન તથા આશીર્વાદરૂપ ભેટો આપવામાં આવિ હતી,સમૂહ લગ્ન દ્વારા સમાજમાં એકતા,સમાનતા અને ખર્ચ બચતનો સંદેશ આપવામાં આવે છે.આ શુભ કાર્યમાં સૌએ ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.