દાંતા: અંબાજીમાં રોડ પર ફરતી ગાયોને બંસી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા
અંબાજીમાં બંસી ગૌ સેવા ટ્રસ્ટની ટીમ દ્વારા રોડ પર ફરતી ગાયોને અને ગૌવંશને રાત્રે વાહનોથી અકસ્માત ન થાય તે માટે રેડિયમ બેલ્ટ ગળામાં બાંધવામાં આવ્યા. આ રેડિયમ બેલ્ટ તેમને રાજસ્થાન એકતા મંચ મુંબઈ દ્વારા મોકલવામાં આવ્યા હતા બંસી ગૌસેવા ટ્રસ્ટના કાર્યકરોએ ઠેર ઠેર ફરી અને ગાયોને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધ્યા હતા