પોશીના: ખેરોજ નજીકથી વન વિભાગે ૧૦ ફૂટ લાંબા અજગર નું રેસ્કયુ..!
ખેરોજ ગામમાં ગતરાત્રી ના 2 વાગ્યા ની આસપાસ એક મહાકાય અજગર દેખાયો હતો. ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે વન વિભાગની ટીમે તાત્કાલિક રાત્રીના સમયે ઘટના સ્થળે આવી રેસ્ક્યુ હાથ ધરી ભારે જહેમત બાદ ૧૦ ફૂટ લાંબા અજગર ને પકડી પાડ્યો હતો.અને સલામત સ્થળે આ મહાકાય અજગર ને છોડી મુકવામાં આવ્યો હતો.ત્યારબાદ ગ્રામ્યજનોએ રાહત નો શ્વાસ લીધો હતો.