લીલીયા: ગેરકાયદેસર ઈલેક્ટ્રિક વાયરથી સિંહનું મોત — લીલીયા વન્યજીવ રેન્જની તપાસમાં ખુલાસો,શ્રી વિલસિંહ ચાવડાએ આપી પ્રતિક્રિયા
Lilia, Amreli | Oct 16, 2025 લીલીયા વન્યજીવ રેન્જની ટીમે કણકોટ વિસ્તારમાં મળેલા સિંહ માદાના મૃતદેહના કેસમાં તપાસ કરીને આજે ૮ કલાકે ખુલાસો કર્યો કે આંબા ગામના જયરાજ રામકુભાઈ બોરીયા તથા સરદારભાઈ કલીયાભાઈ બગેલે તેમના ખેતર આસપાસ ગેરકાયદેસર વીજ શોર્ટ મૂકી સિંહનું મોત નીપજાવ્યું હતું. બંનેએ ગુનો છુપાવવા મૃતદેહ શેત્રુંજી નદી પાસે ફેંકી દીધો હતો.વન વિભાવે ગુનો દાખલ કરી કોર્ટમાં રજુ કરતા આરોપીઓને જેલહવાલે કરાયા છે, તેમજ પીજીવીસીએલ દ્વારા વાડીનું કનેક્શન રદ કરી કરી મીટર જપ્ત કરાયું.