લાઠી: લાઠી નજીક દામનગર પાસે સર્જાયો બાઈક અકસ્માત — યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં ખસેડાયો દવાખાને
Lathi, Amreli | Nov 4, 2025 લાઠીના દામનગર નજીક માર્ગ અકસ્માતની ઘટના બની હતી.ઝરખીયા ગામથી દામનગર તરફ જઈ રહેલા બિપીનભાઈ સાથળિયા નામના યુવકની બાઈકને અચાનક બ્રેક ચોંટી જતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી.આ અકસ્માતમાં યુવકને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.હાલ તેમની તબીબી સારવાર ચાલુ છે.