ભરૂચ: સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડ સ્થિત સેવા યજ્ઞ સમિતિ દ્વારા બે લોકોની સારવાર કરી તેઓને જીવનદાન આપી માનવતા મહેકાવી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડ સેવા યજ્ઞ સમિતિ કાર્યરત છે.જે સંસ્થા અનાથ અને નિરાધાર લોકો માટે સેવા આપી છે.જેઓની સંસ્થા ખાતે તાજેતરમાં ભરૂચ રેલવે સ્ટેશન પાસે અજાણ્યા વાહન ચાલકે કિશોરભાઈ રાજપૂત નામના વ્યક્તિને ટક્કર મારતા તેઓને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સેવા યજ્ઞ સમિતિના સ્વયં સેવકોને કિશોર રાજપૂત અનાથ હાલતમાં મળતા તેઓને પોતાની સંસ્થા ખાતે લાવી તેઓને સારવાર આપી હતી.