રતનપર વિસ્તારમાં રહેતી સગીરાને તેનો કૌટુંબિક મામો સુનિલ ધીરુભાઈ વિરમગામીયા ભગાડી ગયો હતો જે અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતી હતો જેમાં સુનિલ અમરેલી જિલ્લાના વેકરિયા ગામે હોવાની બાતમીના આધારે દરોડો કરી આરોપી સુનિલ વિરમગામીયા ને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.