પેટલાદ: દેવકુવા વિસ્તારના રહીશોએ નગરપાલિકામા પહોંચી રજુઆત કરી, તળાવના પાણી કબ્રસ્તાનમા ભરાઈ ગયા છે
Petlad, Anand | Mar 30, 2026 પેટલાદ શહેરમાં દેવકુવા સહિત વિવિધ વિસ્તારમાં કબ્રસ્તાનમાં તળાવના પાણી ઘૂસી જતા રહીશો આજે નગરપાલિકામાં પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. તળાવમાં પાણીના નિકાલનો કાંસ બંધ છે અને જેને લઈને તળાવના પાણી નજીકના કબ્રસ્તાનમાં ઘૂસી જતા કબરો ડૂબી ગઈ હતી. ત્યારે સ્થાનિકોએ પાણીનો નિકાલ થાય તે માટે નગરપાલિકામાં રજૂઆત કરી છે.