કેશોદ શહેરના વિકાસને નવી દિશા આપવા માટે આજે કેશોદ નગરપાલિકા ખાતે જનરલ બોર્ડ અને બજેટ સંબંધિત મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. સ્માર્ટ લાયબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષથી લઈને વિવિધ સમાજોની માંગણીઓ સુધીના નિર્ણયો લેવામાં આવ્યા હતા.