કેશોદ શહેર સ્થિત જુના સ્વામિનારાયણ મંદિર કેશોદ ખાતે પાટોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવના પાવન અવસરે વહેલી સવારથી જ હરિભક્તોની ભારે ઉપસ્થિતિ નોંધાઈ હતી અને સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું.કાર્યક્રમની શરૂઆત મંગલા આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણને વૈદિક મંત્રોચ્ચાર સાથે જુદા જુદા પંચામૃત તેમજ વિવિધ પ્રકારના ફળોના રસ દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો.