ઉચ્છલ: ઉચ્છલ ના પટેલ ફળિયા માંથી પસાર થતી રંગાવલી નદી માંથી વૃદ્ધ નો મૃતદેહ મળી આવ્યો.
Uchchhal, Tapi | Sep 26, 2025 ઉચ્છલ ના પટેલ ફળિયા માંથી પસાર થતી રંગાવલી નદી માંથી વૃદ્ધ નો મૃતદેહ મળી આવ્યો.તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 2.30 કલાકે મળતી વિગત મુજબ નવાપુર ના 65 વર્ષીય વૃદ્ધ સરફરાઝ પઠાણ રંગાવલી નદીમાં કોઈક કારણોસર તણાઈ ગયા હતા.જેમનો મૃતદેહ ઉચ્છલ ના પટેલ ફળિયા માંથી પસાર થતી રંગાવલી ચેકડેમ પાસે પાણી માંથી મળી આવતા પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે.