હાલોલ: હાલોલના ચંદ્રપૂરા રોડ પર બાઇક પર જતા ત્રણ ઇસમોને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા સર્જાયો અક્સ્માત
હાલોલના ચંદ્રપૂરા રોડ પર આવેલ એલ એમ વિન્ડ પાવર કંપની નજીક આજે રવિવારે સાંજે 7 વાગ્યાના અરસામા બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઓને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં આસુતોસ મંડળ,હુસૈનઅલી બોહરી અને પ્રિન્સ ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચતા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં છે અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણેય યુવકો મૂળ બિહાર ના રહેવાસી છે અને હાલ સાવલી તાલુકાના મંજૂસર ગામે રહે છે