વાગરા: જિલ્લામાં માતૃશક્તિ યોજના અંતર્ગત 13,787 લાભાર્થીને પોષણ પૂરું પાડવામાં આવ્યું
Vagra, Bharuch | Apr 15, 2025 ભરૂચ જિલ્લામાં આઇસીડીએસ વિભાગે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત વર્ષ દરમિયાન 13,787 લાભાર્થીઓને પોષણ પૂરું પાડવામાં આવ્યું છે. માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે જીવનના પ્રથમ 1 હજાર દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. જે ગર્ભધારણથી બાળકના બીજા જન્મદિવસ વચ્ચેનો એક અનન્ય સમયગાળો છે.