વઢવાણ: સુરેન્દ્રનગર અને જોરાવરનગર માં હથિયારબંધીનો ભંગ કરી ખુલ્લેઆમ છરી સાથે ફરતા ત્રણ શખ્સ ઝડપાયા
સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ ટીમે શહેરના વડનગર ડેમ પાસેથી સોહિલભાઈ નઝીરભાઈ મુલતાની અને ટાગોર બાગ પાસેથી શિવમભાઈ જયેશભાઈ સારલા ને છરી સાથે ઝડપી લીધા હતા જ્યારે જોરાવરનગર પોલીસે રામપરા ગામેથી વિજયભાઈ રામસંગભાઈ રીબડિયાને છરી સાથે ઝડપી લીધો હતો. ત્રણેય ઇસમો વિરુધ હથિયારબંધી જાહેરનામા ભંગના ગુના નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.