મહુવા: મહુવામાં રખડતા ઢોરનો આતંક, ગાયે વ્યક્તિ પર કર્યો જીવલેણ હુમલો, સીસીટીવી ફૂટેજ વાયરલ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. મહુવા શહેરના નવા ઝાપા વિસ્તારમાં આવેલી શાળા નંબર 4 પાસે એક ગાયે અચાનક આતંક મચાવતા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ હાલ સામે આવ્યા છે. વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગાયે એક વ્યક્તિને જોરદાર ટક્કર મારી હુમલો કર્યો હતો. જોકે આસપાસના સ્થાનિક રહીશો તરત દોડી આવતા તે વ્યક્તિનો બચાવ કરવામાં સફળ રહ્યા હતા. સ્