મહુવા: મહુવાની ગૃહ ઉદ્યોગ ચલાવતી બહેનોના રોજગાર બચાવવા હીરાભાઈ સોલંકીની પહેલ, કલેક્ટરને કરી રજૂઆત
મહુવાના બંદર રોડ પર વર્ષોથી ગૃહ ઉદ્યોગ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાઓના રોજગારને બચાવવા હીરાભાઈ સોલંકી મેદાનમાં આવ્યા છે. હીરાભાઈ સોલંકીએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને માંગ કરી છે કે જ્યાં મહિલાઓ વર્ષોથી ગૃહ ઉદ્યોગ ચલાવી રહી છે તે પડતર જમીન કાયદેસર રીતે તેમને ફાળવવામાં આવે, જેથી તેમની રોજીરોટી પર કોઈ સંકટ ન આવે અને તેઓ નિર્ભયતાથી પોતાનો વ્યવસાય ચાલુ રાખી શકે. તેમણે જણાવ્યું કે ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલી અનેક મહિલાઓ પોતાના પરિવારની આર્થિ