શહેરા નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાના હેતુસર ચીફ ઓફિસર દ્વારા શહેરા નગરના વિવિધ વિસ્તારોમાં સ્થળ પર જઇ સ્વચ્છતા સંબંધિત કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું,આ દરમિયાન નગરપાલિકા દ્વારા કરવામાં આવતી દૈનિક સફાઈ, કચરા ઉઠાવવાની કામગીરી, જાહેર સ્થળોની સ્વચ્છતા તેમજ ગટર સફાઈની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.