કચ્છના રાપર તાલુકામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા 'કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન' હેઠળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય કિસાન સંઘ લડત સમિતિના કન્વીનરે ખેડૂતોને આ અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાવા માટે આહ્વાન કર્યું છે.