ચુડા: ચુડા ના કુડલા ગામે સીમમાં સગીરાની છેડતી કરતા સમજાવવા ગયેલા લોકો પર લાકડીઓ ફરસી વડે હુમલો 10 લોકો વિરૂદ્ધ પોલીસ ફરીયાદ
ચુડા તાલુકા ના કુડલા ગામે રહેતા જયેશ ભગુ દસાડીયા એ પોલીસ ફરિયાદ મા જણાવ્યું હતું કે તેમની પુત્રી સીમમાં બકરા ચરાવતી હતી ત્યારે સંજય ભરત દસાડીયા એ આવી દુર થી છેડતી કરતા આ બાબતે ઘરના લોકો સમજાવવા ગયા ત્યારે સામેવાળા લોકો એ જયેશ ભગુભાઇ ના પરિવાર ના લોકો પર લાકડીઓ ફરસી અને પાઈપ વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ ચુડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.