દાંતા: અંબાજી ખાતે શરદપૂર્ણિમા મહોત્સવ અને 108 કુંડી મહાયજ્ઞ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ
અંબાજી ખાતે આજરોજ શરદપૂર્ણિમા મહોત્સવ અને 108 કુંડી મહાયજ્ઞ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી 108 કુંડી મહાયજ્ઞમાં બેસેલા યજમાનો દ્વારા આજે પૂર્ણાહુતિ પૂજા કરવામાં આવી હતી નાના બટુક બ્રાહ્મણો દ્વારા આજે પૂર્ણાહુતિ કરાવવામાં આવી હતી આ પ્રસંગે મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા અને આયોજકોએ તમામનો આભાર માન્યો હતો